તમે ઘણા અકસ્માતો જોયા હશે, પરંતુ તમે ક્યારેય એવો અકસ્માત નહિ જોયો હોય જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. અમને ખાતરી છે કે આ વિડિયો જોયા પછી તમારા પણ હોંશ ઉડી જશે. કારણ કે આ વીડિયો એટલો આશ્ચર્યજનક છે કે જોનારને તેની આંખો પર વિશ્વાસ નહીં થાય. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે રોંગ સાઈડથી એક સ્પીડિંગ બાઇક સવાર આવી રહ્યો છે, ત્યારે એક કાર તેને જોરથી ટક્કર મારે છે, જેના કારણે તે બાઇક સાથે દૂર પડી જાય છે અને તેની બાઇક કચડાઇ જાય છે. પરંતુ વીડિયોમાં આગળ જે બતાવવામાં આવ્યું છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોંગ સાઈડથી એક ઝડપી બાઇક સવાર આવી રહ્યો છે અને સામેથી ઘણા વાહનો પસાર થઈ રહ્યા છે. પછી તે એક કારની સામે આવે છે અને કાર ચાલક તેને જોરથી ટક્કર મારે છે. ટક્કર એટલી ઝડપી છે કે બાઇક સવાર દૂર પડી જાય છે અને તેની બાઇકના ઘણા ટુકડા થઈ જાય છે, પરંતુ પછી તમે જોશો કે બાઇક ચલાવનાર વ્યક્તિ તરત જ ઉભો થઈ જાય છે અને ઉભા થઈને વિચિત્ર હરકતો કરવા લાગે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે અને પછી કેટલીક વિચિત્ર વસ્તુઓ કરે છે, જાણે કે તેને જરાય ઈજા નથી થઈ અને તેને કંઈ થયું નથી.
Pendekar og pic.twitter.com/uyIpYPLK8T
— Mas Adem (@ndagels) June 23, 2022
આ વીડિયો જોઈને દરેકના હોશ ઉડી ગયા છે. આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલો ભયંકર અકસ્માત થયા પછી પણ વ્યક્તિ કેવી રીતે ઉભો રહી શકે છે. આ વીડિયોને ટ્વિટર પર @ndagels નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. શું તમે ક્યારેય આવો અકસ્માત જોયો છે? વીડિયોમાં જોવા મળેલી આ વ્યક્તિ વિશે તમારું શું કહેવું છે?