સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોમાં ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે. જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકાના બામણવાડા માં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદ ની સાથે ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા.
માણાવદર માં 3 ઈંચ, અમરેલી જિલ્લામાં 2 થી 2.5 ઈંચ, ભાવનગર જિલ્લામાં અડધોથી એક ઈંચ, ગીર ગડ્ડા દોઢ ઈંચ, પોરબંદર અને બિચીનામાં 1 થી 1.5 ઈંચ અને રાણાવાવમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલી શહેર અને જિલ્લામાં પણ ગુરુવારે સવાર થી અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં નાના ચેકડેમો ભરાતા પાણી વહેવા લાગ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાંભા તાલુકામાં સવાર થી વરસાદ શરૂ થયો હતો જેના કારણે ખાંભા શહેર અને ગીર વિસ્તારના નાના વિસાવદર, ઉમરીયા, પીપળવા, ધાવડિયા સહિત ના ગામોમાં વરસાદ નોંધાયો હતો. ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધી અમરેલીમાં 7 મીમી (મીમી), ખાંભા 64 મીમી, બગસરા 10 મીમી, રાજુલા 3 મીમી, લીલીયા 9 મીમી, વડિયા 23 મીમી અને સાવરકુંડલા 49 મીમી વરસાદ નોંધાયો હતો. ખાંભા તાલુકા અને મીતિયાળા અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં 56 મીમી વરસાદ પડતાં ખેડૂતો માં ખુશીની લહેર જોવા મળી હતી. જેને લઈને ખાંભાની ધાત્રાવડી નદીમાં પાણી જોવા લોકો ઉમટી પડ્યા હતા..
માંગરોળ વિસ્તાર અને અમરેલી જિલ્લા માં પડેલા મુશળધાર વરસાદ ને કારણે અનેક નદીઓ વહેતી થઈ હતી જ્યારે ચેકડેમોમાં નવા પાણી આવવા લાગ્યા હતા. માંગરોળ માં ગુરુવારે આફત આવી, માત્ર ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્યો. સવારે 8 થી 10 વાગ્યા ની વચ્ચે 2 ઈંચ વરસાદ નોંધાયો હતો, સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ અને પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ થાંભલા પડી ગયા હતા.
વહીવટીતંત્રે JCB મશીનની મદદ થી રોડ પરથી વૃક્ષો હટાવીને વાહનવ્યવહાર શરૂ કર્યો હતો. માણાવદર શહેરમાં ગરમી અને ભેજના કારણે લોકો બેચેન બની ગયા હતા. ગુરુવારે સાંજે વીજળીના ચમકારા અને વાદળો ના ગડગડાટ સાથે વરસાદ શરૂ થયો હતો. સતત વરસાદ પડયો હતો અને થોડી જ વારમાં 3 ઈંચ વરસાદ પડી ગયો હતો. ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગટર ની લાઈનો ઉભરાઈ જવાના કારણે રસ્તાઓ પર કાદવ જમા થઈ ગયો છે..