સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના મનોરંજનના વીડિયો વાયરલ થાય છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેટ પર એક વીડિયો છવાયેલો છે. આ વીડિયોમાં ઓફિસમાં કેટલાક કર્મચારીઓ કોમ્પ્યુટરની સામે ખુરશી પર બેઠેલા બતાવવામાં આવ્યા છે.
આ વીડિયોમાં અચાનક એક કર્મચારી જોરથી બૂમો પાડે છે, ‘મમ્મી ચાય’. આ પછી તરત જ કેમેરા પેન થઈ જાય છે અને ઓફિસમાં હાજર તમામ લોકો તે કર્મચારીને જોવા લાગે છે. આ વાયરલ વિડીયો તમે પણ જોવો જ જોઈએ.
આ વીડિયો જોઈને ઘણા લોકો પોતાના હાસ્ય પર કાબુ રાખી શકતા નથી. જો ખરેખર કોઈની ઓફિસમાં આવી ઘટના બને તો શું થશે તે વિચારવા જેવી બાબત છે. આ વ્યક્તિનું ખરેખર અપમાન થયું હતું. બિચારાને યાદ ન હતું કે તે હવે તેના ઘરે (વર્ક ફ્રોમ હોમ) નહીં પણ ઓફિસમાં કામ કરે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં આ વીડિયો પર ઘણા યુઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જોકે, આ વીડિયોએ ઘણા લોકોનું મનોરંજન કર્યું છે.