તારીખ 26 જાન્યુઆરીના રોજ એકતા ગ્રુપ દ્વારા આંતરસમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ તમામ સમાજ એક મંચ પર આવીને એકતા અને ભાઈચારો બન્યો રહે અને ટુર્નામેન્ટ થકી છેલ્લા 3 વર્ષ થી અંધજન બાળકોને સહાય આપવામાં આવે છે.
આ વર્ષે વલસાડના ગરીબ અનાથ બાળકો તેમજ અંધજન બાળકોને આ વખતે પણ ટુર્નામેન્ટના હેતુથી સહાય મળી રહે એ કારણ સર ટુર્નામેન્ટ રમાડવામાં આવનાર છે જેને લઈ આજે બપોરે વલસાડ સર્કિટ હાઉસ ખાતે 3.30 વાગે બપોરે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવેલ છે