અમદાવાદમાં ગતરોજ ભારે ઉકળાટ અને બફારા બાદ એકા એકા વાતાવરણ પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો રવિવારે રજાને દિવસે અમદાવાદ સાંજે 6 વાગ્યાની સુમારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદના પગલે શહેરીજનોએ ગરમીથી રાહત મેળવી હતી અને સમ્રગ વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી ગતરોજના સવા ઇંચ વરસાદ કેટલીક જગ્યાએ પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા જેને લઇ વાહનચાલકોને પારાવાર હાલાકીનો સમાનો કરવો પડ્યો હતો તો શહેરમાં કેટલીક જગ્યાએ વુક્ષ ધરાશાયી થયાના સમાચારો પણ મળ્યા છે પશ્રિમ અમદાવાદના બોપલ, થલતેજ ,સિંધુભવન , વેજલપુર, અને પૂર્વ અમદાવાદના દાણીલીમડા, જમાલપુર , નિકોલ ,બહેરામપુરા, ઓઢવ, નરોડા,વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને લઇ વિશાળકાય વુક્ષ પણ ઘરાશાયી થયા હતા અને વુક્ષો રોડ પર પાર્ક કરેલા વાહન પર પડતા વાહનોને પણ ભારે નુકશાન સર્જાયું હતું જેને લઇ મુખ્યરોડ રસ્તાઓ પર વુક્ષને ખેસડાવા ફાયરબ્રિગ્રેડની ટીમ કામે લાગી હતી જેમાં કલાકો સુધી વાહનવ્યહાર પણ ખોરવાયો હતો કાલે સાંજે વીજળી કડાકા -ભડાકા સાથે ગાજવીજ વરસાદ થતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા અને કેટલાક વિસ્તારોમાં વીજળી પડતા લાઇટો પણ ડૂલ થવાના અહેવાલો મળ્યા હતા.
