કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ-ડીઝલ અને એટીએફની નિકાસ પર એક્સાઈઝ ડ્યુટી વધારવાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ અને ATF પરની એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 6 રૂપિયા વધારી દીધી છે. તે જ સમયે, ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ લિટર 13 રૂપિયા વધારી દેવામાં આવી છે. આ સિવાય સરકારે સ્થાનિક કાચા તેલ પર 23,230 રૂપિયા પ્રતિ ટન ટેક્સની પણ જાહેરાત કરી છે. જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી ઘરેલુ પેટ્રોલ અને ડીઝલના દર પર કોઈ અસર થવાની નથી. સરકારના મતે આ નિર્ણયથી દેશમાં ઈંધણની કિંમત પર કોઈ અસર નહીં થાય, પરંતુ આ વસ્તુઓની ઉપલબ્ધતા જળવાઈ રહેશે.
ઓઈલ કંપનીના શેર તૂટ્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL), ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના શેરમાં નિકાસ ડ્યુટીમાં વધારાની જાહેરાત બાદ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. RILના શેરમાં 5% થી વધુ ઘટાડો થયો છે, જે લગભગ 18 મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. જ્યારે ONGCનો શેર 10% તૂટ્યો હતો.