વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે સપ્તાહના પાંચમા કારોબારી દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે લાલ નિશાનમાં બંધ થયા છે. દિવસભરના ઉતાર-ચઢાવ બાદ શેરબજાર ફરી લપસ્યું. આજે ટ્રેડિંગના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 111.01 પોઈન્ટ્સ અથવા 0.21% ઘટીને 52,907.93 પોઈન્ટ્સ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 13.65 પોઈન્ટ્સ અથવા 0.087% ઘટીને 15,766.60 પર બંધ થયો હતો.
LIC શેર સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે 1 જુલાઈના રોજ ફરી વધારો જોવા મળ્યો છે. આજે LICના શેરમાં 3.60 એટલે કે 0.53%નો વધારો થયો છે અને તે રૂ. 677.50 પર પહોંચી ગયો છે.