ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુરશર્માએ પંયગબર સાહેબ વિરુદ્ર આપેલા વિવાદિત નિવેદનને લઇ સમ્રગ દેશમાં શાંતિ ડહોળાઇ છે. નુપુરશર્માના નિવેદનથી મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર-ઠેર તેમના વિરુદ્ર પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં ગતરોજ નપુરુ શર્મા સુપ્રિમકોર્ટ પહોંચ્યા હતા ત્યાં કોર્ટે તેમની આકરી ઝાટકણી કાઢી હતી જેને લઇ તેની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે તેમજ સુપ્રિમ કોર્ટે દિલ્હી પોલીસનો પણ ઉધડો લીધો હતો કાર્યવાહી કરવામાં આવે વિલંબ કેમ તેવા સવાલો કર્યા હતા જેમાં દિલ્હી પોલીસ ગતરોજથી જ એકશનમોડમાં જોવા મળી રહી છે દિલ્હી પોલીસે કલમ 41 A હેઠળ તપાસમાં સામેલ આપવા નોટિસ ફટકારી છે. અને 18 જુનના રોજ નુપુરશર્માનો નિવેદન પણ નોંધાયો હતો.
શું હતો સમ્રગ મામલો
એક નેશનલ ટીવી ચેનલ ડિબેટ દરમિયાન નુપુરશર્માએ પયંગબર સાહેબ કરેલી વિવાદિત ટિપ્પણીથી માહોલ ગરમાયો હતો દેશથી વિદેશ સુધી આ નિવેદનને લઇ મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો જેમાં ઉત્તરપ્રદેશ ,પશ્મિબંગાળ, સહિતના રાજ્યમાંથી હિંસા ઘટના પણ સામે આવી હતી ત્યારબાદ તાજેતરમાં ઉદયપુરમાં કનૈયાકુમારની થયેલી હત્યા બાદ સમ્રગ રાજસ્થાનમાં અજંપાભરી સ્થિતિ વણસી છે.
કેટલાક લોકો આ ઘૃણાસ્પદ ઘટના પાછળ નુપુરશર્માને જવાબદાર ઠેરાવી રહ્યા છે દેશમાં આશાંતિ ફેલવવા નુપુશશર્મા પર નિશાનો સાંધવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સંગઠનોના આગેવાનોએ પણ નુપુર શર્મા સામે આકરી સજા કરવાની માગ કરી છે જેને લઇ દેશની એકતા અંખડિતા અને ભાઇચારાને ખતમ કરતા લોકો સામે આ દાખલારૂપ બની રહે.