રાજ્યમાં ઠેર-ઠેર વિધિવત રીતે ચોમાસાનો આગમાન થઇ ચુક્યો છે. કેટલીક જગ્યાએ મેઘરાજા ધમાકેદાર બેંટિગથી રસ્તાઓ, નદીમાં ગરકાવ થઇ ચુક્યા છે અમદાવાદના 76 કિમી અંતરે આવેલા આણંદમાં મેઘરાજાએ ભારે ખાન ખરાબી છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમર વરસાદ વરસતા રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાઇ ચુક્યા છે જેમાં ભારે વરસાદથી ખાનાખરાબી પણ સર્જાઇ છે કેટલાક મકાનોમાં દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને દુકાન બંધ રાખવાનો વારો આવ્યો છે જેમાં પાણીમાં ગરકાવ થતા પશુઓના મોત પણ નિપજ્યા છે બોરસદમાં અત્યારસુધી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે જેને લઇ એન ડી આર પી એફની ટીમ પણ હાલ આણંદ ખાતે તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્રારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યકત કરી છે બોરસદના ગામોમાં જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી છે રોડ રસ્તાઓ નદીમાં ગરકાવ થયા છે ત્યારે એન ડી આર એફના 27થી વધુ જવાનો હાલ ખડેપગે તૈનાત જોવા મળી રહ્યા છે અને બે લોકોના મોતના સમાચાર પણ મળી રહ્યા છે.