અમદાવાદ/ગુજરાત : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે જનતાને મફત વીજળી આપીને પોતાનું વચન પૂરું કર્યું. આ સિવાય પંજાબમાં આમ આદમી પાર્ટીએ લોકોના જૂના વીજ બિલ પણ માફ કર્યા છે. આ પહેલા દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર લોકોને મફતમાં વીજળી આપી રહી છે. તો તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળવી જોઈએ કારણ કે તે લોકોનો અધિકાર છે. આ ફ્રી વીજળીની માંગ સાથે છેલ્લા મહિનાથી ચાલી રહેલ આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલુ રહેશે.
આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટી લાખો લોકોને જાગૃત કરવામાં સફળ રહી છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના નારણપુરા, નવા વાડજ અને રાણીપ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, પાટણ, મહેસાણા, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. ગુજરાતના દરેક શહેર માંથી આમ આદમી પાર્ટી ને અભૂતપૂર્વ પ્રેમ અને સમર્થન મળ્યું છે. ગુજરાત ની ઈમાનદારી પૂર્વક ટેક્સ ભરતી જનતા હવે સમજી ગઈ છે કે ફ્રી વીજળી ફક્ત તેમની સુવિધા જ નહિ પણ અધિકાર છે.
આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં ફ્રી વીજળીનું વચન પૂરું કર્યું છેઃ ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટીએ પંજાબમાં જનતાના જૂના વીજ બિલ માફ કર્યાઃ ગોપાલ ઈટાલિયા
દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતના લોકોને પણ મફત વીજળી મળવી જોઈએઃ ગોપાલ ઈટાલિયા
સખત મોંઘવારીના સમયમાં માત્ર આમ આદમી પાર્ટી જ છે જે મફત વીજળી આપીને જનતાને આર્થિક મદદ કરી રહી છે. આજે ભારતમાં એવા બે જ રાજ્યો છે જે જનતાને મફત વીજળી આપે છે. અને આ બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જો મફત વીજળી જેવો અધિકાર મેળવવો હોય તો જનતાએ માત્ર આમ આદમી પાર્ટીની સરકારને સત્તામાં લાવવી પડશે. ગુજરાતમાં લોકો હવે મફત વીજળીની માંગ કરી રહ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સફળ રહ્યું છે.
એક તરફ દિલ્હીમાં 24 કલાક મફત વીજળી મળે છે અને બીજી તરફ ગુજરાતમાં મફત તો દૂર ની વાત, 24 કલાક પણ વીજળી મળતી નથી. આના કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતો અને નાના વેપારીઓને થઈ રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતોને મોડી રાત્રે વીજળી મળે છે તે જઘન્ય ગુનો છે. લોકોની સમસ્યાઓ ઓછી કરવાની જવાબદારી સરકારની છે, પરંતુ ભ્રષ્ટ ભાજપ સરકાર હંમેશા લોકોની મુશ્કેલીઓ વધે તે રીતે કામ કરે છે.
ગુજરાત પરિવર્તન ની આરે ઉભું છે. ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે અને આમ આદમી પાર્ટીના દરેક આંદોલનમાં સહભાગી બની રહી છે. આવનારી ચૂંટણીમાં લોકોની આ ભાગીદારી ગુજરાતમાં આવનારા પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવશે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જનતા સાથે મળીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે અને દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતની જનતાને પણ મફત વીજળી નો લાભ આપશે.