સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઇને ભારતમાં કરણી સેના સખત વિરોધ પ્રદર્શનો કરી રહી છે તેવામાં પડોશી દેશ અને ભારતના સૌથી મોટા વિરોધી ગણાતા પાકિસ્તાને પદ્માવતને ‘U’ સર્ટિફિકેટ સાથે લીલી ઝંડી આપી દીધી છે. સંજય લીલા ભણસાલીની પદ્માવત પાકિસ્તાનમાં રિલિઝ થશે.
પાકિસ્તાનમાં કોઈ પણ કાપકૂપવીના રિલિઝ થશે ‘પદ્માવત’. ભારતના સેન્સર બોર્ડે આ ફિલ્મને ‘UA’ સર્ટિફિકેટ આપ્યું છે તેવામાં પાકિસ્તાને આ ફિલ્મને ‘U’ સર્ટિફિકેટ આપ્યું છે.
ભારતમાં આ ફિલ્મના પાત્રો, ગીતો અને પહેરવેશ સુદ્ધાં પર વિવાદ થયો છે. સેન્સરે પાંચ મોડીફિકેશન બાદ આ ફિલ્મની રિલિઝ ને લીલી ઝંડી આપી છે. કરણીસેના અા ફિલ્મનો સતત વિરોધ કરી રહી છે. સમગ્ર દેશમાં અાજે બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે તેવામા પાકિસ્તાન અા ફિલ્મ રિલિઝ કરી બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે.