રાજસ્થાનના ઉદયપુરમાં ધોળા દિવસે બે શખ્સો દ્રારા ટેલરની દુકાનમાં માપ આપવાના બહાને ઘૂસી ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ટેલર કનૈયાલાલ કુમારની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેમાં ઉદયપુર પોલીસે હત્યારા શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા ઉદયપુરની આ ઘટનાને લઇ મુસ્લિમ સમુદાયને લોકો દ્રારા પણ ટિકા કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ ઉદયપુરમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે રાજસ્થાન 7 જિલ્લામાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને નેટ બંધ કરી દેવાયો છે,તેમજ ઘટનાસ્થળે સમ્રગ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ગતરોજ આરોપીઓને ઉદય કોર્ટેમાં રજુ કરાયા હતા જયાં સરકારી વકીલોએ વિફરી આરોપીને માર માર્યો હતો અને કપડા પણ ફાડી નાંખ્યા હતા.
જો કે પોલીસ દ્રારા દરમિયાનગીરી કરી સમ્રગ ઘટના પર કાબૂ મેળવાયો હતો ઉદયપુર હત્યાકાંડ મામલે એક બાદ એક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે જેમાં હત્યારાઓ દ્રારા હત્યા માટેને હત્યાર કાનપુરથી લાવ્યા હોવાનો સામે આવ્યો છે એક સૂત્રો અનુસાર 40 લોકો સ્લીપર સેલમાં સક્રિય હતા એક વોટસએપ ગ્રુપમાં હથિયારોની તસવીર પણ વાયરલ કરવામાં આવી હતી ઉદયપુરમાં હત્યાકાંડને લઇ જયપુરમાં હિન્દુ સંગઠન દ્રારા બંધનું એલાન આપી વિરોધ પ્રદર્શન કરવામા આવી રહ્યો છે હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે.