વડોદરા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે કેટલાક વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારી રોડ પર અકસ્માત સર્જાતા હોય છે. તેવો જ બનાવ વડોદરામાંથી સામે આવ્યો છે વડોદરાના શહેરના સમતા ફલેટની પાછળ ઉર્વીશી ડુપ્લેકસી સામે ગોત્રી સમતા રોડ પરથી બેફામ બનેલા કારચાલકે રસ્તા પરથી પસાર થતા વ્યકિત અડફેટે લીધા હતા જેમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા ઉર્વીશ ડુપ્લેક્ષી પાસે મોડીરાત્રે પૂરપાટે કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીઇ બી એલાના થાંભાલા સાથે ધડાકાભેર અથડાઇ હતી જયાં એક દાદા અને પૌત્રા હળવાશ પળો મળી રહ્યા ત્યારે આ કાર યમરાજ બની ત્રાટકી હતી અને બંને અડફેટે લેતા કરૂણ મોત નિપજ્યો હતો અને રોડ પર પડેલી રિક્ષાને પણ અડફેટે લેતા રિક્ષામાં સવાર 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાને પગલે કારચાલકો કાર મૂકી ફરાર થઇ ગયા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરધાણ વળી ગયો હતો ઘટનાની જાણ લક્ષ્મીપુરાની સ્થાનિક પોલીસેને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને મૃતદેહના પી એમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જે અંગે પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથધરી છે.
