- જામનગર શહેરભરમાં રાજપૂત સમાજના યુવાનો દુકાનો બંધ કરાવવા નીકળ્યા, શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં રાજપૂત સમાજના ટોળાએ કરાવ્યું બંધ, શહેરના ટાઉનહોલ, ત્રણબત્તી સહિતના મુખ્ય ધમધમતા વિસ્તારોમાં રાજપૂત સમાજના ટોળાનું પરિભ્રમણ
- રાજકોટ : પદ્માવત ફિલ્મ ના વિરોધમા ગોંડલના રાજકોટ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ કરાયો, ગોંડલના ITI પાસે ટાયરો સળગાવી વિરોધ કર્યો
- ગાંધીનગરમાં પોલીસ અેક્શનમા એસપી પોતે કાફલા સાથે નિકળ્યા ઘ-5 પાસે રોડ બ્લોક કરાવતા યુવકોની ધરપકડ કરવામાં અાવી
- સાબરકાંઠા ફિલ્મ પદ્માવતના વિરોધને લઈને બંધ કરાવવા નિકળેલા કરણી સેનાના 5 શખસોની બાઇકો સાથે અટકાયત, રીલાયન્સ મોલ બંધ કરાવવા ગયેલા શખસો વિરુધ દાખલ થશે ફરીયાદ, એસ.પીએ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની કરી સમિક્ષા
- ફિલ્મ પદ્માવત વિરોધ મામલે પાલનપુર બસસ્ટેન્ડ નજીકથી વધુ 25 કાર્યકરોની અટકાયત, પોલીસે બજાર બંધ કરાવી રહેલા કાર્યકરોની કરી અટકાયત, મોટી બજાર ખાતે પણ 25 જેટલા કાર્યકરોની કરાઈ હતી અટકાયત, બસ સ્ટેન્ડ નજીજ વિરોધ કરી રહેલા ટોળા અને પોલીસ વચ્ચે ચકમક
- અમદાવાદના બાપુનગર હીરાવાડી પાસે AMTS ની રૂટ નંબર 200 પર પથ્થરમારો, કાચ તોડ્યા બે મહિલા મુસાફરોને સામાન્ય ઇજા
- અમદાવાદ AMTS કમિટીએ વર્ષ 2018-19 માટે રૂ. કરોડનું બજેટ રજૂ કર્યું.કોઈપણ સુધારા કે ફેરફાર કર્યા વગર AMTS કમિટીએ બજેટ મંજુર કર્યું, ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા રૂ.508.17 કરોડના ડ્રાફ્ટ બજેટમાં કોઈ ફેરફાર નહીં, કેપિટલ બજેટ તરીકે રૂ.10.07 કરોડની જોગવાઈ, રેવન્યુ બજેટ તરીકે રૂ.498.10 કરોડની જોગવાઈ
- તાપી-જિલ્લામાં પદ્માવત ફિલ્મના વિરોધની હજુ સુધી કોઈ અસર નહિ, પોલીસે સાવચેતીના પગલાં રૂપે અલગ અલગ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો
- અમદાવાદ જીલ્લામાં બંધને લઈને મિશ્ર પ્રતિસાદ, ધોળકા- સાણંદ- વિરમગામમાં વેપારીઓ આપ્યું બંધને સમર્થન, સજ્જડ બંધ પાળી નોંધાવ્યો વિરોધ, ધંધુકા – ધોલેરા અને દસ્ક્રોઇ વિસ્તારમાં તમામ બજારો ખુલ્યાં, વેપારીઓએ આપ્યો બંધને જાકારો
- બનાસકાંઠા દારૂ ભરેલી ગાડી ખાડામાં ખાબકી, થરાદના અભેપુરા પાસે દારૂ ભરેલી ગાડી કોઝવેના ખાડામાં ખાબકી, લોકોએ દારૂની શરૂ કરી લૂંટ
પોલીસ પહોંચે તે પહેલા લોકો દારૂ લૂંટી ફરાર - સુરેન્દ્રનગર અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચક્કાજામ, લીંબડી ચોકડી પર ક્ષત્રિય સમાજ અને VHPના કાર્યકરો દ્વારા કરાયું ચક્કાજામ
- વડોદરા નેશનલ હાઇવે 8 ઉપર આવેલ ગોલ્ડન ચોકડી નજીક કરણી સેનાએ ટાયરો સળગાવી પદ્માવત ફિલ્મનો કર્યો વિરોધ, વિરોધને પગલે નેશનલ હાઇવે જામ, નેશનલ હાઇવે ઉપર લાગી વાહનોની લાંબી કતારો
- પદ્માવતીના વિરોધમાં સમગ્ર અંબાજી સજ્જડ બંધ, વિરોધને લઈને અંબાજી ડેપોની બસો બંધ, બસો બંધ હોવાને કારણે લોકો કરી રહ્યા છે મોતની મુસાફરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.