સાઉથ કોરિયન ટેક્નૉલૉજીથી સજ્જ સેમસંગે તેની આગામી ફ્લેગશિપ એટલે કે Galaxy S9ની લોન્ચ તારીખ જાહેર કરી છે.કંપનીએ તે બાર્સિલોના મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન તેની Unpacked ઇવેન્ટમાં હશે. 25 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.સેમસંગે એક ટીઝર રજૂ કર્યું છે જેમાં કંપનીએ જણાવ્યું છે કે તેમા Re-imagined camera હશે.આથી તે સ્પષ્ટ છે કે કંપની તેનાં કેમેરાને અમુક પ્રકારની ટેક્નોલૉજી આપવાની તૈયારીમાં છે જે ટ્રેન્ડ સેટ કરી શકે.રિપોર્ટ્સ દ્વારા કહેવામાં આવે છે કે તેના કેમેરામાં ISOCESS સેન્સર્સ આપવામાં આવશે.
કેમેરામાં આ સેન્સર્સની વિશિષ્ટતા એ છે કે તે ઓછી રોશનીમાં સરસ અને ભવ્ય પિક્ચરને ક્લિક કરે છે. ઉપરાંત આ સેન્સરની મદદથી ગેલેક્સી S9 કેમેરા 480 ફ્રેમ પ્રતિ સેકન્ડથી પૂર્ણ એચડી વિડિયોઝ પણ રેકોર્ડ કરશે.આથી વધુ સારી રીતે સ્લો મોશનમાં પણ લાભ મળશે.
ગેલેક્સી એસ 9 માં ક્વોલકૉમની ફ્લેગશિપ પ્રોસેસર એટલે ક્વોલકોમ સ્નૅડપ્રગન 845 અાપવામાં અાવશે.12 મેગાપિક્સલનો રીઅર કેમેરાનું ડ્યુઅલ સેટઅપ હશે.કારણ કે આ ફ્લેગશિપ સ્માર્ટફોન છે તેથી તે હાઇ એન્ડ પ્રોસેસરથી વધુ સારી રીતે કૅમેરા અને રેમ હશે.