HDFC બેન્કે સોમવારે જણાવ્યું હતું કે તેને તેની મૂળ કંપની HDFC લિમિટેડ સાથે મર્જરની દરખાસ્ત માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મંજૂરી મળી ગઈ છે. “HDFC ને RBIનો 4 જુલાઈ, 2022 ના રોજનો પત્ર મળ્યો છે જેમાં RBIએ આ યોજના સામે તેનો ‘કોઈ વાંધો’ વ્યક્ત કર્યો છે અને તેના માટે કેટલીક શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,” બેંકે જણાવ્યું હતું.
મર્જરને ચોક્કસ વૈધાનિક અને નિયમનકારી મંજૂરીઓની જરૂર પડશે. આ સપ્તાહની શરૂઆતમાં, BSE અને NSE તરફથી સૂચિત મર્જરની મંજૂરી મળી હતી.
એચડીએફસી બેંકના શેરનું પ્રદર્શન કેવું છે?
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે NSE પર HDFC બેન્કનો શેર 0.21%ના વધારા સાથે બંધ થયો હતો. ગઈકાલે બેંકના શેરનો ભાવ 1356.55 રૂપિયા થઈ ગયો હતો. તે જ સમયે, છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન પણ રોકાણકારો માટે સારા રહ્યા છે. આ સમયગાળા દરમિયાન શેરે 1.11% નું વળતર આપ્યું છે. પરંતુ તેમ છતાં ચાલુ વર્ષમાં સ્ટોકમાં 10.73%નો ઘટાડો જોવા મળ્યો છે.