રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કનૈયાલાલની નિર્મમ હત્યા મામલે પોલીસે 4 આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા આ કેસમાં હજુ પણ નવા-નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે કનૈયાલાલ કુમારના હત્યાના તાર હવે અમદાવાદમાંથી જોડાયેલા હોવાનો સામે આવ્યો છે જેમાં અમદાવાદ એસ ઓ જી દ્રારા બે લોકોને શંકા અધારે પકડી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. કેમ કે જે બે આરોપીઓ કનૈયલાલની હત્યા નિપજાવી હતી તેમના કોલ હિસ્ટ્રીમાં અમદાવાદ યુવક સાથે વાત કરવાનો સામે આવ્યો હતો જેની જાણ અમદાવાદ એસ ઓ જીને થતા હરકતમાં આવી હતી બંને વ્યકિતને ટેકનિકલ સર્વલેન્સને આધારે પકડી ઘનિષ્ટ પૂછપરછ આદરી હતી બંને વ્યકિતઓ માંથી એક ટ્રાવેલ એજન્ટ અને એક લાયબ્રેરીમાં પુસ્તકના વેચવાનું કામ કરે છે જોકે બંનેની તપાસ માંથી કોઇ શંકાસ્પદ મળી આવ્યુ નથી જેને લઇ તેમને છોડી મૂકવામાં આવ્યા છે અને પોલીસની કાર્યવાહીમાં સહકાર આપવા પણ જણાવ્યુ છે જરૂરિયાત પડશે તો ફરી બોલાવામાં આવશે બંને આરોપીઓને આ લોકો સંપર્કમાં હતા કે કેમ તે દિશામાં પણ તપાસ હાથધરી છે ઉદેપુર હત્યાકાંડના આરોપીઓનો પાકિસ્તાન કનેકશન પણ ખુલ્યુ હતુ જેને લઇ ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય બની છે અને 40 જેટલા સ્લિપર સેલ પણ સક્રિય હતા હાલ કનૈયાકુમારની હત્યાને લઇ સમ્રગ દેશમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે
