અમેરિકી ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે, સપ્તાહના બીજા કારોબારી દિવસે, તે 42 પૈસા ઘટીને રૂ. 79.37 પ્રતિ ડોલરની સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે 79.38 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે ગયો, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. તમને જણાવી દઈએ કે સોમવારે અમેરિકન ડૉલરની સરખામણીમાં રૂપિયો 78.95 ના સ્તર પર બંધ થયો હતો.
રૂપિયો 80ને પાર કરશેઃ તાજેતરની સ્થિતિને જોતા શેરબજારના નિષ્ણાતોનો અંદાજ છે કે તેના ઘટાડાનું સ્તર પ્રતિ ડોલર 80 રૂપિયાને પાર કરી શકે છે. નોમુરાએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPI) દ્વારા ઝડપથી બહાર નીકળવાની આશંકા વચ્ચે 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડોલર સામે રૂપિયો 82ના સ્તરે આવી શકે છે.
દરમિયાન, વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.10 ટકા ઘટીને 112.25 ડોલર પ્રતિ બેરલ થયું હતું. સ્થાનિક ઈક્વિટી માર્કેટ મોરચે, BSE સેન્સેક્સ 100.42 પોઈન્ટ અથવા 0.19 ટકા ઘટીને 53,134.35 પર બંધ થયો હતો, જ્યારે વ્યાપક NSE નિફ્ટી 24.50 પોઈન્ટ અથવા 0.15 ટકા ઘટીને 15,810.85 પર બંધ થયો હતો.