અમદાવાદના વટવા વિસ્તારમાં યુવકને પોલીસ દ્વારા ઢોરમાર મારવાની ઘટનામાં હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમજ પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપી ન્યાય માટે માંગણી કરી છે.
વટવામાં મુકેશ ભરવાડ નામનો યુવક પોતાના મિત્રો સાથે ઉભો હતો એ દરમ્યાન પોલીસે આવી તેમને ત્યાંથી ચાલી જવાનું કહેતા બોલાચાલી થઇ હતી. જે બાદ પોલીસ કર્મીઓએ મુકેશને પોલીસ સ્ટેશને લઇ જઇ તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના કારણે યુવકને શરીર પર ઉઝરડા પડી જતા એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.