શારીરિક આકર્ષણ પછી હસબન્ડ અને વાઇફ એકબીજાના ઇન્ટરેસ્ટ અને હોબીઝ સાથે જોડાય છે. સાથે જ પર્સનલ, સોશ્યલ અને અન્ય ઈશ્યૂ પર જો તેમનું વલણ એક જેવું હોય તો તેમની બૉન્ડિંગ મજબૂત થતી જાય છે. માત્ર શારીરિક આકર્ષણના બળ પર રિલેશનશિપ વધુ સમય સુધી નથી ટકી શકતી.આ જ કારણ છે કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે પત્ની ખૂબ સુંદર અને આકર્ષક હોવા છતાં હસબન્ડ તેમાં ઓછો રસ લેવા લાગે છે અને તે કોઈ એવી મહિલાની તરફ આકર્ષિત થવા લાગે છે જે ઓછી સુંદર હોય છે, ખાસ કરીને તેમની વાઇફની સરખામણીમાં. આખરે આવું શા માટે થાય છે એ સમજવાની જરૂર છે
વહેલા લગ્ન થવા એક્સ્ટ્રા મેરિટલ અફેરનું એક મોટું કારણ કહી શકાય છે. લગ્નની ઉંમર થયા પહેલા મહિલા હોય કે પુરૂષ તેમની ઉપર ઘર અને બાળકોની જવાબદારીએ આવી જતી હતી, જેમાં તેઓ જીવનને યોગ્ય રીતે તથા ખુલીને એન્જોય નહોતી કરી શકતી. આ જ કારણસર તેઓ આ જવાબદારીઓથી મુક્ત થઈ બહાર એવો સહારો શોધવા લાગતા હોય છે જેનાથી તેમને માનસિક અને શારીરિક શાંતિ મળી શકે.
કેટલાક લોકો પરિવાર અને સમાજના દબાણમાં આવીને લગ્ન કરી લેતા હોય છે. આવા લગ્ન પણ એક્સ્ટ્રા અફેરનું એક મોટું કારણ બની જાય છે. ઘણા લોકોએ આ વાતને સ્વીકારી પણ છે કે અરેન્જ મેરેજમાં ઘણા સમય સુધી બંને એકબીજાની આદતો અને નેચરથી અજાણ રહે છે અને એ દરમિયાન જ્યારે તેમની મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ જાય છે જેમની આદતો અને નેચર બંને મેળ ખાતા હોય તો તેમની તરફ સરળતાથી આકર્ષિત થઈ જાય છે.