26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મહેસાણા ખાતે થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી ધ્વજવંદન કરાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ ખાતે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં રાજકોટ ખાતે કૌશિક પટેલ વડોદરા ખાતે અને અન્ય મંત્રીઓ પણ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવશે. 13 જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે.
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ગુરુવારે મહેસાણા ખાતે યોજાયેલા એટહોમ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મહેસાણા જિલ્લાના અગ્રણીઓ અને નાગરિકોને મળીને પરસ્પર શુભેચ્છાની આપ લે કરી હતી.આ પ્રસંગે પોલીસ બેન્ડે દેશભક્તિના ગીતોની સૂરાવલી રેલાવી હતી. એટહોમ કાર્યક્રમમાં લેડી ગવર્નર અવિનાશ કોહલી, ગૃહ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ, ડીજીપી, સાંસદ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.