Surat: હવાલા-USD કાંડમાં ફઝલ શેખને જામીન મૂક્ત, મકબૂલ ડોક્ટર, બસ્સામ ડોક્ટર સહિતનાં આર્થિક માફિયાએ ઉભી કરી હતી બોગસ કંપનીઓ
Surat બોગસ કંપનીઓ અને ફાર્મના બોગસ બેન્ક એકાઉન્ટ ખોલી સુરતમાંથી ચાલી રહેલા હવાલા અને USD કાંડ આચરનારા ડોક્ટર ફેમિલી હાલ જેલની હવા ખાઈ રહી છે ત્યારે કૌભાંડી ડોક્ટર ફેમિલીને મદદ કરનારા એક આરોપીના ગુજરાત હાઈકોર્ટ જામીન મંજુર કર્યા હતા.
આ કેસની વિગતો મુજબ સુરતની અઠવાલાઈન્સ પોલીસે મકબુલ ડોક્ટર, કાસીફ ડોક્ટર માઝ નાડા અને બસ્સામ ડોક્ટર, મહેશ કુમાર દેસાઈ, મુર્તુઝા શેખની સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં મકબુલડોક્ટર અને કાસીફ ડોક્ટર અને માઝ નાડાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અઠવા પોલીસે ફેબ્રુઆરીમાં આરોપી ફઝલ શેખની ધરપકડ કરી હતી અને ફેબ્રુઆરીથી સુરતની લાજપોર જેલમાં બંધ હતો. ફઝલ શેખે વોન્ટે ડોક્ટર ફેમિલીને પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું.
આરોપીઓએ અલગ અલગ બેન્કમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી તેમજ બોગસ ફાર્મ અને કંપનીઓ ઉભી કરી તેવી બોગસ ફાર્મ-કંપનીઓના દસ્તાવેજ સાચા તરીકે બેન્કમાં રજુ કરી બોગસ ફાર્મ-કંપનીના નામે અલગ અલગ બેન્કમાં કરંટ એકાઉ¤ટ ખોલાવ્યા હતા અને ત્યાર બાદ કામ પતી ગયા બાદ આ એકાઉન્ટ ડી-એકટીવ કરાવ્યા હતા.

આ ઉપરાંત આરોપીઓએ અનેક સીમકાર્ડનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી હતી કરોડો રુપિયા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને ત્યાર બાદ આ રુપિયા યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશમાં મોકલી ગુનાહિત કાવતરું રચી મની લોન્ડરીંગ સહિતનો ગુનો આચર્યો હતો.
આરોપી ફઝલ શેખ દ્વારા સુરતની કોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે જામની અરજી નામંજુર કરી હતી. ત્યારબાદ સુરતના જાણીતા વકીલ ઝફર બેલાવાલાના હસ્તક ગુજરાત હાઈકોર્ટમાં વકીલ અનિક ટીમ્બાવાલા દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે બચાવપક્ષ અને સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ ફઝલ શેખનાં કેટલીક શરતોને આધીન જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

બચાવપક્ષની મુખ્ય દલીલો હતી કે ચાજĨશીટના પેપર ધ્યાને લેતા હાલના આરોપી હાલનાં ગુનામાં કોઈ પણ રીતે સંડોવાયેલ હોય તેવુ પણ જણાતું નથી. આરોપીએ ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમા મેળવી સગેવગે કરી હોય કે પોતાના અંગત સ્વાર્થમાં વાપરી નાંખી હોય તેવો પણ કોઈ પુરાવો ચાજĨશીટ પરથી જણાઈ આવતો ન નથી. હાલના ગુનાની ચાજĨશીટ પરથી પણ હાલના આરોપીની ગુનામાં કોઈ સક્રીય ભૂમિકા ભજવી હોય તેવી પણ કોઈ હકીકત આરોપી વિરુદ્વ જણાય આવતી નથી. આરોપી ફઝલ શેખ તરફે ગુજરાત હાઈકોર્ટમાં વકીલ અનિક ટીમ્બાવાલા અને સુરત સ્થિત વકીલ ઝફર બેલાવાલા દ્વારા દલીલો કરવામાં આવી હતી.

