ગુજરાત એસ ટી પોતાની બેફામ ગતિ હંકારવાને લઇ સતત વિવાદોમાં રહેતી હોય છે કહેવામાં આવે છે કે સલામત સવારી એસ ટી અમારીના શ્લોગન બસ પર લખેલા હોય છે ત્યારે મહારાષ્ટ્રની અડીને આવેલા સરહદી વિસ્તાર ચરણઘાટ-માલેગાવ પાસે ગુજરાત એસ ટી ની બસમાં ખીણમાં ખાબકતા બચી હતી આ બસમાં 28 મસાફરો સવાર થઇ મુંબઇથી ગુજરાત આવી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી સદનસીબે આ દુર્ધટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી જો કે બસના ડ્રાઇવર કડંકટરને ગંભીર ઇજા પહોંચી હતી મુસાફરોને હેમખેમ બચાવી લેવાયા હતા બસના ડ્રાઇવરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો આ અકસ્માતને પગલે રાહદારીઓ તેમજ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બસ સહિત લોકોનો રેસ્કયૂ ઓપરેશન હાથધર્યુ હતું.
સુરત ગુજરાત એસ ટી ની બસ મુંબઇના ચરણઘાટ પાસે પૂરઝડપે પસાર થઇ રહી હતી તે દરમિયાન ચરણઘાટ પર બસનું એકસલ તૂટી જતા બ્રેક ફેઇલ થઇ હતી અને બસ ખીણમાં ખાબકતા બચી હતી જયાં પથ્થરના સહારે બસ ઉભી રહી જતા બસમાં રહેલા મુસાફરોથી બુમાબુમ કરતા ગુંજી ઉઠ્યો હતો જેમાં બસ વધારે ઉડી ખીણમાં ન ખબકતા મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી જયાં ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી