રાજસ્થાનના મંત્રીએ સેનામાં ચાર વર્ષની સેવા માટે નવી ભરતી યોજના અગ્નિપથને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અશોક ગેહલોત સરકારમાં મહેસૂલ મંત્રી રામલાલ જાટે કહ્યું છે કે અગ્નિપથ યોજના “પ્રશિક્ષિત આતંકવાદીઓ” પેદા કરશે. મંત્રીએ તેમના દાવા માટે દલીલ કરી હતી કે પેન્શન અને નોકરીની સુરક્ષા વિના, તે ભટકાઈ જશે.
પત્રકારો સાથે વાત કરતા જાટે પૂછ્યું કે જો ધારાસભ્ય કે સાંસદ તરીકે એક વર્ષ માટે પેન્શન આપવામાં આવે છે તો તે અગ્નિવીરોને શા માટે આપવામાં આવતું નથી. “તમે યુવાનોને પાંચ વર્ષ, ચાર વર્ષ, ત્રણ વર્ષ માટે નોકરી આપી રહ્યા છો. ઓછામાં ઓછું તેમને પેન્શન આપો. તમે દેશને પ્રશિક્ષિત આતંકવાદીઓ તરફ ધકેલી રહ્યા છો.
મંત્રીએ કહ્યું કે, દેશના યુવાનો આવનારા સમયમાં સમજશે. વિપક્ષ દરેક મંચ પર આ યોજનાનો વિરોધ કરશે. રાહુલ ગાંધીએ ઉઠાવેલા મુદ્દાઓને સમર્થન આપીને અમે દેશને જગાડશું. મંત્રીએ કહ્યું કે ભાજપના નેતાઓ આ મુઘલ અને અંગ્રેજો જેવું વર્તન કરી રહ્યા છે. “ધાર્મિક લાગણીઓને ભડકાવનારાઓને ફાંસીની સજા પણ આપવી જોઈએ,” મંત્રીએ કહ્યું.