રાજ્યમાં ઠેર-ઠેર જિલ્લાઓમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ચુક્યો છે કેટલીક જગ્યાએ તો મેઘરાજાએ કહેર મચાવ્યો છે કે લોકો ઘરવિહોણા જોવા મળી રહ્યા છે પરંતુ તમામ જગ્યાએ વરસાદ આગમન થઇ ચુક્યો છે છતાય અમદાવાદ જે વરસાદ જોઇએ તે પ્રમાણ હજુ પણ વરસ્યો નથી છેલ્લા કેટલાક સમયથી બફરા અને ઉકટાળ વચ્ચે અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે આજે વહેલી સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને બપોરે 5 વાગ્યાના સમયે અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્રારા કચ્છ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં એક બે દિવસમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી વ્યકત કરી છે.
