ઉત્તરાખંડમાં શુક્રવારે ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ગઈ હતી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. તેઓ મોબાઈલ ફોન દ્વારા એકબીજાની ખબર પૂછવા લાગ્યા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી શિખા સુયાલે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 3.8 આંકવામાં આવી હતી. તેનું કેન્દ્ર પિથોરાગઢ હતું. જિલ્લામાં ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.

Seismograph with paper in action and earthquake - 3D Rendering