દેશમાં આગામી 18 જુલાઇના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે.જેને લઇ સત્તાપક્ષ અને વિપક્ષે પોત – પોતના ઉમેદવારો જાહેર કરી દીધા છે. NDA સરકાર દ્રારા રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદીમુર્મની પસંદગી ઉતારી છે. અને વિપક્ષે તૂણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય યશવંત સિન્હા પર પસંદગી ઉતારી છે .
જેને લઇ યશવંત સિન્હા આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે જયાં તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભા વિપક્ષ નેતાના કાર્યલાયની મુલાકાત કરશે તેમજ કોંગ્રેસના સભ્યોથી પણ મળશે તો બીજી તરફ NDA સરકારના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો દ્રૌપદી મુર્મ પણ આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ભવ્ય પ્રતિમા એવી સ્ટેચ્ચુ ઓફ યુનિટીની મુલાકાતે લેશે