રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ દિલ્હીની AIIMSમાં દાખલ છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીએ શુક્રવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. લાલુ રવિવારે ઘરની સીડી પરથી પડી ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મીસા ભારતીએ લાલુ યાદવનો ફોટો ટ્વીટ કર્યો છે, જેમાં આરજેડી ચીફ ખુરશી પર બેઠા છે. મીસા ભારતીએ લખ્યું, તમારા મનોબળ અને તમારી બધી પ્રાર્થનાઓને કારણે લાલુજીની હાલત હવે ઘણી સારી છે. કૃપા કરીને અફવાઓ પર ધ્યાન ન આપો. સાથે રાખો, લાલુજીને તમારી પ્રાર્થનામાં યાદ રાખો.
મીસા ભારતીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, તમારી પ્રાર્થના અને દિલ્હી AIIMSની સારી તબીબી સંભાળને કારણે આદરણીય લાલુ પ્રસાદ જીની તબિયતમાં ઘણો સુધારો થઈ રહ્યો છે. હવે તમારા લાલુજી પથારીમાંથી ઉઠવા માટે સક્ષમ છે. આધાર સાથે ઊભા રહી શકે છે. દરેક મુસીબત સામે લડીને બહાર આવવાની કળા લાલુજી કરતાં વધુ કોણ જાણે છે.
अपने मनोबल और आप सब की दुआओं की बदौलत लालू जी की स्थिति अब काफी बेहतर है। कृपया अफवाहों पर ध्यान ना दें। साथ बनाए रखें, दुआओं में @laluprasadrjd जी को याद रखें।
धन्यवाद।तस्वीरें आज सुबह की: pic.twitter.com/RvcEbqcJRB
— Dr. Misa Bharti (@MisaBharti) July 8, 2022
તમને જણાવી દઈએ કે, પટનામાં પત્ની રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાનમાં પડી જવાથી લાલુને ખભામાં ફ્રેક્ચર અને ઈજા થઈ હતી. જેના કારણે તેમની તબિયત બગડવા લાગી, તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થતાં પરિવારજનોએ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો.
લાલુ યાદવની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું કે, તેઓ આ બીમારીમાંથી સાજા થઈ રહ્યા છે. તેમના માટે પ્રાર્થના કરો. તે બહુ જલ્દી ઘરે પરત ફરશે.