રાજ્યમાં ફરી એકવાર કોરોના ધીમે-ધીમે માથું ઉચકી રહ્યો છે દિનપ્રતિદિન કોરોના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે જેને લઇ સરકાર પણ ચિંતિત બની છે રાજ્યમાં 90 ટકા રસીકરણ હોવા છતાય કોરોના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ આપણું તંત્ર ઘોડા છુટી ગયા બાદ તબેલામાં તાળા મારવાનો વારો આવ્યો હોય તેવું ઘાટ ઘડાતો હોય છે. કોરોના કેસોમાં ચિંતાજનક ઉછાળો થતા સુરતના મનપા તંત્ર દોડતુ થયુ છે અને ફરી એકવાર સુરતવાસીઓને માસ્ક પહેરવા માટે આદેશ કરાયા છે દિવસને દિવસે વધી રહેલા કોરોનાના કેસોને લઇ સુરત મનપા દ્રારા હવે કડક હાથે કામગીરી લેવામાં આવી રહી છે.
જોકે થોડાક સમય આગાઉ કોરોના કેસો નહિવત નોંધતા જનતાએ રાહત અનુભવી હતી પરંતુ હવે ફરી કોરોના રિર્ટન થઇ રહ્યો છે સુરતમાં 4 લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યુ છે તેમજ સુરત પોલીસ કમિશનર દ્રારા કોરોના સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા છે જેમાં લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરી છે હજુ પણ અમદાવાદમાં કોરોના મામલે પ્રથમ ક્રમે છે અને બીજા નંબરે સુરતનું સમાવેશ થાય છે.સુરત મનપા અને પોલીસ દ્રારા કોરોના સંક્રમણ વધુ ન વકરે તે પાણી પહેલા પાડા બાંધી લીધા છે એટલે હવેથી સુરતવાસીઓને માસ્ક પહેરવુ પડશે નહિતર દંડાશે સુરત મનપા અને પોલીસ દ્રારા ભીડ ભાડાવાળી જગ્યા જનતાને જવા ટાળવા આદેશ કરાયુ છે હજુ પણ ગુજરાતમાં કેટલાક લોકો એવા છે કે જેમણે રસીકરણના એક પણ ડોઝ લીધા નથી જે આસપાસ લોકોમાં માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે
