દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આજે બપોરે 1 વાગ્યાથી આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સમાચાર એજન્સી ANI દ્વારા IMD ને ટાંકવામાં આવ્યું છે કે, “અમે મુંબઈવાસીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી અને પ્રવાસનું આયોજન કરે.”
લોકોને બીચ પર જતા અટકાવ્યા
મુંબઈમાં લોકોને 10 જુલાઈ સુધી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બ્રિમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એવા દિવસોમાં લોકોને બીચ પર જવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે જ્યારે IMD એ ભારે વરસાદની ‘ઓરેન્જ’ અથવા ‘રેલ એલર્ટ’ જારી કરી છે. જો કે, BMCએ કહ્યું કે ભારે વરસાદની ચેતવણીના દિવસે પણ દરિયાકાંઠો સવારે 6 થી સવારે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. એક અધિકારીએ જણાવ્યું કે અરબી સમુદ્રમાં લોકોના ડૂબવાથી બચવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
ગોવામાં પણ ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિભાગે ગુરુવારે ગોવા માટે ‘રેડ એલર્ટ’ પણ જારી કર્યું હતું અને આગામી 24 કલાક દરમિયાન અને ત્યાર બાદ 10 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી આપી હતી.