રાજ્યમાં વિધિવત રીતે જુદા-જુદા જિલ્લાઓમાં ચોમાસુનુ આગમન થઇ ચુક્યો છે અમદાવાદ ચોમાસાની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે તમામ આતુરતાનુ આજે અંત આવ્યો છે આજે 12 વાગ્યાથી મેઘરાજાએ અમદાવાદમાં તોફાની બેટિંગ કરી હતી 3 કલાકમાં અમદાવાદના રસ્તાઓમાં નદીમાં ફેરવાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીને નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે મોટી મોટી ગુલબંગો પોકારવામાં આવે છે પરંતુ જેનું ડર હતો તે જ થયો આ વખતે પણ પ્રિમોન્સૂન પ્લાન માત્ર કાગળ પર રહી ગયુ છે
શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી લોકોના ઘરોમાં દુકાના પાણી ઘુસ્યા હતા વરસાદ વરસ્યો એ ખૂબ સારી બાબાત છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાપે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી એ પણ ખરી વાસ્તવિક્તા છે.શહેરમાં 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ ઉસ્માનપુરા ,નવા વાડજ, નવરંગપુરા,આશ્રમપુરા,નારણપુરાના ધોધમાર વરસાદથી રસ્તાઓ બે કાઠે વહેતા થયા હતા ત્યારે પૂર્વ અમદાવાદના રામોલ,ખોખરા, સીટીએમ,મણિનગર, દાણીલીમડા ,વિરાટનગર ગોમતીપુર,રખિયાલ, સહિતના વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદને લઇ કેટલાક અંડરપાસ બંધી કરવાની તંત્રને ફરજ પડી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા પ્રિમોન્સૂન કામગીરીને લઇ મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે પણ દર વર્ષે દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે આજે પણ અમદાવાદના વિસ્તારોમાં જમીની હકીકતથી સામે આવી હતી મુશળધારે વરસાદે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનને આ વર્ષની પણ પ્રિમોન્સૂન કામગીરીની પોલ છતી કરી હતી