હરિયાણા બાદ પંજાબે પણ ચંદીગઢમાં વિધાનસભા માટે જમીન માંગી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે હરિયાણા સરકારને ચંદીગઢમાં જમીન ફાળવવા માટે પોતાની સંમતિ આપી દીધી છે. પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે હરિયાણાની તર્જ પર પંજાબને પોતાની વિધાનસભા બનાવવા માટે ચંદીગઢમાં જમીન ફાળવવામાં આવે.
ભગવંત માને કહ્યું કે પંજાબ-હરિયાણા હાઈકોર્ટને અલગ કરી દેવાની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. આ માટે પણ કેન્દ્ર સરકારે ચંદીગઢમાં જમીન આપવી જોઈએ.
હરિયાણા સરકારને આજે વિધાનસભા ભવન નિર્માણ માટે સંમતિ મળી ગઈ છે. રાજસ્થાનમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 30મી બેઠક ચાલી રહી છે. જેમાં હરિયાણાના CM મનોહર લાલ ખટ્ટરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી પાસેથી સંમતિ મેળવવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે હરિયાણા સરકાર આઈટી પાર્ક પાસે જમીન મેળવી શકે છે. સીએમ ખટ્ટર અહીંની જમીનનો સર્વે કરી ચૂક્યા છે
આ પહેલા હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં એપ્રિલમાં જજોની કોન્ફરન્સને ટાંકીને કહ્યું હતું કે પંજાબના સીએમ ભગવંત માને ન્યૂ ચંદીગઢમાં અલગ હાઈકોર્ટ બનાવવાનું કહ્યું છે. નવું ચંદીગઢ પંજાબ હેઠળ આવે છે. આ વાતની જાણ થતા જ વિરોધીઓએ માનને ઘેરી લીધા અને ખુલાસો માંગ્યો. જો કે આજે માનને ચંદીગઢમાં જમીન માંગી તો વિરોધીઓને પણ જવાબ મળી ગયો