ઉત્તરાખંડના નવા ટિહરી જિલ્લામાં તાજેતરમાં શરૂ કરાયેલા રોપ-વેમાં ટેકનિકલ ખામીને કારણે લગભગ 70 લોકોના જીવ હવામાં ઝૂલતા જોવા મળ્યા હતા. આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, લગભગ 45 મિનિટ પછી, કોઈક રીતે રોપ-વે ફરીથી શરૂ થઈ શક્યો અને લોકોને ટ્રોલીમાંથી એક પછી એક નીચે ઉતારવામાં આવ્યા. આ દરમિયાન ટિહરીના વિધાનસભ્ય કિશોર ઉપાધ્યાય પણ આમાં ફસાઈ ગયા હતા, જેઓ ફોન પર કોઈને ઘટનાની માહિતી આપતા દેખાયા હતા.
હકીકતમાં, રવિવારે બપોરે 3-4 વાગ્યાની વચ્ચે, ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના સુરકંડા મંદિર રોપ-વેમાં તકનીકી ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને અધવચ્ચે બંધ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન રોપ-વે પર 70 લોકો ફસાઈ ગયા હતા. આમાં ટિહરીના ધારાસભ્ય કિશોર ઉપાધ્યાય પણ સામેલ હતા. ટેક્નિકલ ખામીની જાણ થતાં જ લોકો ગભરાઈ ગયા, કેટલાક લોકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું. આ જોઈને આસપાસના લોકો પણ ચોંકી ગયા હતા. લગભગ અડધા કલાકની જહેમત બાદ રોપ-વેને ફરીથી કાર્યરત કરી શકાયો હતો. જો કે, તે ફરીથી અધવચ્ચે અટકી ગયો પરંતુ ટૂંક સમયમાં જ રોપ-વે સુરક્ષિત રીતે ખેંચાઈ ગયો.
#Tehri–#Surkanda #Devi #Temple #ropeway #stopped
About 60 to 70 #people #Trapped in the ropeway
Tehri #MLA #KishoreUpadhyay also #Trapped in #trolley
Due to #technical #reason, the rope stopped suddenly in the middle.#Uttarakhand pic.twitter.com/iIzM4CfO9g— Shiv Kumar Maurya (@ShivKum60592848) July 10, 2022
આ પછી એક પછી એક તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે વ્હીલ પડી જવાને કારણે રોપ-વે બંધ થઈ ગયો હતો, જેને ટેક્નિશિયનોએ પોલ પર ચઢીને ઠીક કર્યો અને તેનું ઓપરેશન શરૂ કર્યું.