પોલિયો મુક્ત ભારત પોલિયો મુક્ત ગુજરાત ભારત સરકારનું અેક ખુબજ મહત્વપૂર્ણ અભિયાન છે જે અંતર્ગત ભારતમાંથી લગભગ હવે પોલિયોને નાબૂદ કરવામાં અાવ્યો છે. સમગ્ર ભારતમાં અા અભિયાનને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે.
પોલિયો મુક્ત ભારત પોલિયો મુક્ત ગુજરાતના ધ્યેય ને સાકાર કરવા 100ટકા પોલિયો મુક્તિ માટે આવતીકાલે પોલિયો રવિવાર 28 જાન્યુઆરીએ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ગાંધીનગરમાં મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે 8.30 વાગ્યે ભુલકાંઓને પોલિયો રસી ના બે ટીપાં પીવડાવશે.
રાજ્યના 5 વર્ષની વય સુધીના 84 લાખ બાળકોને આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે.ગુજરાતમાં 38 હજાર ઉપરાંત બુથ આ માટે ઉભા કરવામાં આવ્યા છે.. 74 હજાર 648 રસીકરણ ટિમ અને 1 લાખ 58 હજાર 861 કર્મયોગીઓ આ સેવા અભિયાનમાં જોડાવાના છે.