અમદાવાદ જિલ્લા કલેકટર શ્રીમતી અવંતિકાસીંગને સામાન્ય ચૂંટણી -૨૦૧૭ માટે રાષ્ટ્રીય અને રાજયકક્ષાની કેટેગરી માટે શ્રેષ્ઠ વ્યવસ્થાપનનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દે નવી દિલ્હી ખાતે અર્પણ કર્યો છે.
ગત ૨૫મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપ નવી દિલ્હી ખાતે ચૂંટણી પંચ આયોજિત કાર્યક્રમમાં શ્રીમતી અવંતિકાસિંઘે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.આ ગૌરવપૂર્ણ એવોર્ડ કાયદો અને ન્યાય વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી રવિશંકર પ્રસાદ,મુખ્ય ચુંટણી કમિશ્નર શ્રી ઓમ પ્રકાશ રાવતખાસ ઉપસ્થિતમાં આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મતદારો અને વિધાનસભાની સૌથી વધુ બેઠકો ધરાવતા અમદાવાદ જિલ્લામાં સમયસર,શાંતિપૂર્ણ મતદાનની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સહિત મતદાતાઓની જરરી મતદાનની સુવિધાઓનું આયોજન અને અમલ કરાવવાની જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી શ્રીમતી અવંતિકાસિંઘે ખૂબ સુંદર રીતે નિભાવી છે.