અાજકાલ ફેશનલેબલ અને સ્ટાઇલિશ દેખાવા માટે યુવતીઓ તેનું નાક વિંધાવે છે. નાક વિંધાવુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના હિસાબે ઘણું અગત્યનું છે.ખૂબ ઓછી છોકરીઓ જાણે છે કે આ સ્ત્રીની સુંદરતા વધારવા સાથે સાથે ભારતીય પરંપરાના હિસબે પણ ખૂબ મહત્વનું છે.
વચ્ચે થોડા સમયમાટે નાક વિંધાવવાની ફેશન ઓછી થઈ ગઈ હતી. ગામડાની અને અભણ સ્ત્રીઓ નાક વધારે વિંધાવતી હોવાથી શહેર અને શિક્ષિત મહિલાઓ અોછુ વિધાવતી હતી પરંતુ હવે અાજકાલ અા ફેશન ખુબજ ટ્રેન્ડમાં છે.
અાજે અમે તમને જણાવીશુ કે ભારતમાં શા માટે મહિલાઓ નાક વિંધાવે છે.અામ તો નાક વિંધાવવાની કોઈ ઉમર નથી પણ મોટાભાગની છોકરીઓ બાળપણ અથવા કિશોરાવસ્થામાં જ નાક વિંધાવે છે. મહિલાઓના સોળ શણગારોમાં એક ચીજ નથડી અથવા ચુક પહેરવું પણ છે, જેના માટે નાક વિંધાવે છે.
આ ઉપરાંત 16મી સદીથી ચાલી આવતી આ પરંપરા શાસ્ત્રોના હિસાબથી પણ જરૂરી માનવામાં આવે છે.વેદો અને શાસ્ત્રોમાં લખેલું છે કે નાક વિંધાવાથી મહિલાઓને શારીરિક પીડાથી રાહત મળે છે. આ ઉપરાંત તે શિશુને જન્મ આપવામાં પણ તેને સરળતા રહે છે સાથે સાથે માથાના દુખાવામા પણ રાહત અાપે છે.
નાક વિંધાવાથી શરીરના પ્રેશર પોઇન્ટ્સ પ્રભાવિત થાય છે, જેનાથી શરીરના ખાસ ભાગો પર દબાણ આવે છે.દબાણ કરવાથી જે હર્મોન પેદા થાય છે તેના કારણે પીડા થાય છે જેનાથી ગમે તેવી તકલીફો સામે લડવા માટે મદદ મળે છે.
જેવી રીતે ચાઇનીઝ એક્યુપંક્ચરથી પીડાથી રાહત મળે છે, તે જ રીતે નાક વિંધાવાથી પણ સ્ત્રીઓને અનેક પ્રકારની પીડાથી રાહત મળે છે.