રહેવાના હિસાબે વિશ્વના સૌથી સસ્તા દેશોની લિસ્ટમાં ભારત બીજાં નંબર પર છે. પહેલાં ક્રમે સાઉથ આફ્રિકા છે. કોલંબિયા 13માં, પાકિસ્તાન 14માં, નેપાળ 28માં અને બાંગ્લાદેશ 40માં નંબર પર છે. 112 દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. સસ્તું હોવાનો અંદાજ લગાવવા માટે લોકલ પરચેઝિંગ પાવર, રેન્ટ, ગ્રોસરીઝ અને કસ્ટમર પ્રાઇઝ ઇન્ડેક્સને આધાર બનાવવામાં આવ્યો છે.
સર્વે અનુસાર, ભારતનો લોકલ પરચેઝિંગ પાવર 20.9 ટકા નીચે છે. જ્યારે દેશમાં રેન્ટ 95.2 ટકા ઓછો છે. ભારતમાં અનાજ 74.4 ટકા અને સ્થાનિક ચીજો-સેવાઓ 74.9 ટકા સુધી સસ્તી છે. સર્વેમાં ભારતના લોકલ પરચેઝિંગ, રેન્ટ, ગ્રોસરી અને કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સની ન્યૂયોર્ક સિટી સાથે સરખામણી કરવામાં આવી. લોઅર પરચેઝિંગ પાવર હોવાના કારણે કોઇ વ્યક્તિ ઓછી ચીજો, તો પરચેઝિંગ પાવર વધારે હોવાથી વ્યક્તિ વધુ ચીજો ખરીદી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, 50 સૌથી સસ્તા દેશોમાં ભારતનો રેન્ટ ન્યૂયોર્કની સરખામણીમાં 70 ટકા સસ્તું છે. તો ગ્રોસરી 40 ટકા, કન્ઝ્યૂમર ગુડ્સ અને સર્વિસ 30 ટકા સસ્તી છે.