ડાયમંડની દુનિયાનો હબ એટલે સુરત સુરતમાં આવર-નવાર હીરાના વેપારી સાથે છેંતરપિંડીના બનાવો પ્રકાશમાં આવતા હોય છે જેને લઇ અનેક વખતે વેપારી મંડળો દ્રારા આ બાબાતને લઇ રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી રજૂઆત કરવામાં આવે છે તે તમામ રજૂઆતને ગંભીરતાથી લઇ ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી એકશન મોડમાં જોવા મળ્યા છે તેમણે એક જાહેર સભા સંબોધિત વખતે નિવેદન આપ્યુ છે
સુરતના ડાયમંડ બુર્ઝ પર બનશે રાજ્યનું આત્યાધુનિક પોલીસ સ્ટેશન જેમાં અત્યાધુનિક પોલીસ સ્ટેશનમાં બનાવશે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન વિંગ જે અંગે હર્ષસંઘવીએ હીરાના વેપારીઓને સંબોધતા વિશ્વાસ અપાવ્યુ હતુ કે હીરા વેપારીઓ સાથે છેંતરપિંડી નાથવા એક અલગ ટીમ હશે જેમાં 1મી ઓગસ્ટથી આ આત્યાધુનિક પોલીસ સ્ટેશન શરૂ કરવાની વાત તેમણે પોતાના સંબોધનમાં કરી છે જેનાથી હવે હીરા વેપારીઓની વર્ષો જુની સમસ્યાઓનો અંત આવશે