રાજ્યમાં દિવસને -દિવસે ગુનાખોરીના પ્રમાણમાં એકા-એકા વધારો થઇ રહ્યો છે જેમાં ખાસ કરીને ગુનાખોરી મામલે સુરતને ક્રાઇમનું હબ બનતું તે પ્રકારની છાપ ઉભી થઇ રહી છે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્રારા ગુનાખોરીના પ્રમાણને ડામવા અવાર-નવાર નવતર પ્રયોગ હાથધરવામાં આવતા હોય છે તેમજ પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય સુમેળ જાળવાય તે માટે અવનવા પ્રયોગ હાથ ધરવામાં આવે છે
સુરતના જિલ્લાના પાંડેસરા વિસ્તારમાં આજે યુવાનોના ગુનાખોરીથી દુર રાખવા અને પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડવા અનોખી દોડનો આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં પોલીસ કમિશનર ડી સી પી સહિત તમામ પોલીસ ઉચ્ચઅધિકારીઓ આ દોડમાં જોડાયા હતા તેમજ બીજી તરફ યુવાનો બાળકો મહિલા અને વુદ્રોએ પણ આ દોડમાં ભાગ લીધો હતો ખાસ કરીને યુવાને નશા, હથિયારોથી દુર રહી રમતગમત શેત્રમાં ઘ્યાન આર્કર્ષિત કરે અને ગુનાખોરી મુક્ત શહેર બને તે ઉદ્દેશ્યથી દોડ દોડવામાં આવી હતી .
આમ ગુજરાતની અંદર સૌથી પહેલા સુરત પોલીસ દ્રારા આ પ્રકારના અભિયાનની પહેલ કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રીના આદેશ મુજબ શહેરમાં ગુનાખોરી પ્રમાણ ડામવા અને લોકો સાથે વધારેમાં વધારે સંપર્ક સાધવા તેના જ ભાગરૂપે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવે છે સુરતના જુદા જુદા વિસ્તારોમાં ઝોન વાઇસ ઉચ્ચઅધિકારીઓ દ્રારા સાયકલિંગ કરી દર મહિને નવા-નવા પ્રયોગ આયોજન કરવામાં આવે છે