Video: ગેંડાએ ‘જંગલના રાજા’ સિંહને તેની ઔકાત બતાવી, વિડીયો થયો વાયરલ
શક્તિ અને કદની બાબતમાં હાથી પછી ગેંડો એક એવું પ્રાણી છે, જેની સામે ‘જંગલનો રાજા’ પણ ઝૂકવા મજબૂર થઈ જાય છે. આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી તેને 1 લાખ 27 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.
જંગલની ‘દુનિયા’માંથી એક એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે નેટિઝન્સ વચ્ચે એક નવી ચર્ચા શરૂ કરી છે. આમાં ‘જંગલનો રાજા’ સિંહ એક વિશાળ ગેંડા (Rhino Vs Lion) સામે લાચાર દેખાઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે ગેંડાની સામે આવતા જ બે સિંહને પોતાનો રસ્તો બદલીને ભાગી જવાની ફરજ પડી હતી.
થોડીક જ સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @thebigcatsempire નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યૂઝરે કેપ્શનમાં લખ્યું છે, ‘લાગે છે કે સિંહ હવે જંગલના રાજા નથી રહ્યા. જુઓ ગેંડા આવતા જ કેવી રીતે ગાયબ થઈ ગયા.’
સૂતા હતા સિંહ, આવી ગયા ગેંડા
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે બે સિંહ જંગલના એક રસ્તા પર આરામ કરી રહ્યા છે. ત્યારે અચાનક ત્યાં બે વિશાળ ગેંડા આવી જાય છે. વિડીયોમાં તમે જોશો કે ગેંડા પર નજર પડતા જ સિંહની હાલત ખરાબ થઈ જાય છે, અને તેઓ તરત ત્યાંથી જવાની તૈયારી કરવા લાગે છે. જ્યારે ગેંડો બરાબર તેમની સામે અડીખમ ઊભો રહે છે, તો સિંહ મજબૂરીમાં પોતાનો રસ્તો બદલી નાખે છે અને ત્યાંથી ચૂપચાપ નીકળી જાય છે.
View this post on Instagram
‘જંગલનો રાજા’ પણ ઝૂકવા મજબૂર!
જણાવી દઈએ કે શક્તિ અને કદની બાબતમાં હાથી પછી ગેંડો એક એવું પ્રાણી છે, જેની સામે ‘જંગલનો રાજા’ પણ ઝૂકવા મજબૂર થઈ જાય છે. આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધી તેને 1 લાખ 27 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. નેટિઝન્સ આ વિડીયો પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
અહીં જુઓ વિડીયો, ‘જંગલના રાજા’ને ગેંડાએ તેની ઔકાત બતાવી!
એક યૂઝરે કોમેન્ટ કરી કે, ‘જ્યારે ટ્રક સામે આવે છે ત્યારે કારો આવી જ રીતે નીકળી જાય છે.’ બીજાએ કહ્યું કે, ‘સિંહ હજુ પણ રાજા છે, તેમને ખબર છે કે ક્યારે લડવું.’ અન્ય એક યૂઝરે લખ્યું, ‘ગેંડા જ અસલી રાજા છે!’ અને એક અન્ય યૂઝરે કોમેન્ટ કરી કે, ‘બુલ્ડોઝર સાથે કોણ પંગા લેશે?’