ગુજરાતમાં દિવસને દિવસે ગુનાખોરીના પ્રમાણમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી ફાયરિંગની ઘટના સામે આવતા કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે સુરતના નાણાવટી લાલગેટ પાસે માથાભારે શખ્સ સુકરી ગેંગ તેના જ બનેવી પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી ઢીમ ઢાળી દીધો હતો જે સમ્રગ ઘટના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે હૈયુ સુકરીના બનેવી તેના બેનને શારિરીક-માનસિક ત્રાસ આપતો હતો જેમાં સુકરીએ આવેશમાં આવી બનેવી પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી ઢીમઢાળી દીધો હતો
પોલીસના પ્રાથમિક તપાસ જણાવ્યા અનુસાર સુકરીની પિતરાઇ બહેનને તેનો પતિ શારિરીક માનસિક ત્રાસ આપી આવર-નવાર ઘરમાં મારઝૂડ કરતુ હતુ જેમાં પતિરાઇ બહેેને સુકરીને જાણ કરતા સુકરીએ બનેવી સાથે બેસીને સમજાવાનું પ્રયાસ કર્યુ હતુ જો કે મામલો બગડતા સુકરીએ આવેશમાં આવી બનેવીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
સુકરી માથાભારે શખ્સ છે તેના પર હત્યા સહિતના ગંભીર ગુનાઓ નોંધયેલા છે જો કે હાલ તેઓ પેરોલ પર હતો તે દરમિયાન પિતરાઇ બહેન પતિ અંગે વાત કરતા સુકરી અકળાયો હતો મોડીરાત્રે લાલ ગેટ ફાયદા બજાર ત્રણ રસ્તા પાસે બેઠો હતો. ત્યારે સુકરી ત્યાં પિસ્તોલ લઈને પહોંચી ગયો અને હાજી પર ઉપરાઉપરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાજીને ગળાની ડાબી બાજુ જમણા કાનની ઉપર અને પીઠની જમણી બાજુ ગોળી વાગતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું.