અત્યાર સુધી ભારતમાં વિવાદનો ભોગ બનેલી પદ્માવતને લઈને હવે વિદેશની ધરતી પરથી માઠા સમાચાર આવી રહ્યાં છે.મલેશિયાના નેશનલ ફિલ્મ સેંસરશિપ બોર્ડે ફિલ્મ પદ્માવતની રિલીઝ અટકાવી દીધી છે. મલેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. ફિલ્મમાં મુઘલ શાસક અલાઉદ્દીન ખીલજીનું પાત્ર નકારાત્મક દર્શાવવામાં આવતા મલેશિયાવાસીઓ ભારે નારાજ છે.મલેશિયાન સેંન્સર બોર્ડના ચીફ મોહમ્મદ જમ્બેરી અબ્દુલ અઝીઝે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આ ફિલ્મની વિષયવસ્તુ મલેશિયાના લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે. મલેશિયાની મોટા ભાગની વસ્તી મુસ્લિમ ધર્મમાં માનનારી છે. તેથી ફિલ્મની કથાથી લોકોની લાગણી દુભાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં ખિલજીને હિંસક, લાલચુ અને ક્રુર દર્શાવવામાં આવ્યો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.