ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ (IMD) એ અહીં 23-25 જુલાઈ વચ્ચે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં 7 જુલાઈથી અત્યાર સુધીમાં વરસાદ અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે ઓછામાં ઓછા 70 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મહેસાણામાં થોડા કલાકોના વરસાદ બાદ સ્થિતિ વણસી હતી. રસ્તાઓ પર 2-3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. રવિવારે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે સોમવાર સુધી અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સપ્તાહના અંતે વરસાદની તીવ્રતા સૌથી વધુ રહેશે. રવિવાર સવારથી જ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીના 5 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 25 જુલાઈ સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં 7 જુલાઈથી અત્યાર સુધીમાં વરસાદ અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે ઓછામાં ઓછા 70 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે વાતાવરણમાં થતા ફેરફારને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વલસાડ, જૂનાગઢ, ગીરમાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન 50,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ સિવાય અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અરવલી સુરેન્દ્રનગર મોરબી, પાટણ અને મોરબીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ અને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે