વલસાડ ભાગડાવાળા ગુજરાત હાવસિંગ બોર્ડ નું ડી.એન.એ ટેસ્ટ,
હાઉસિંગ બોર્ડના રહીશો ગંદકીમાં રહેવા મજબૂર,ભાગડાવાળા ઉપ સરપંચનું માનવું કે પ્રાઇવેટ પ્રોપટીમાં કામ ન કરાય.
– એક્સલુસીવ સત્ય ન્યુઝ વલસાડ
વલસાડ ભાગડાવડા ગામ પંચાયત મત વિસ્તારમાં આવતા અને વર્ષો જૂનો વલસાડનું એક માત્ર સરકારી આવાસ તરીકે જાણીતું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જાણે કોઈ કલંક લાગ્યો હોય તેવું પ્રતીક થઈ રહ્યો છે, તમામ રીતે મજબૂર અહીંના સ્થાનિક રહીશો ગંદકી,પાણી,ગટરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ત્યારે ઉપ પ્રમુખને જ્યારે આ ગંદકી અંગે પૂછવામાં આવ્યું તો તેમને આ પ્રાઇવેટ પ્રોપટી હોય જેમાં પંચાયત કામ ન કરી શકે,અમારા વૉટ્સઅપ ગ્રુપમાં રિપોર્ટરે ઉપ પ્રમુખને જ્યારે અા અંગે વાત કરી ત્યારે જવાબ મળ્યો કે અમને અમારા કામની યાદ ન અપાવો અમને શુ કામ કરવુ ન કરવુ તેની સમજ છે.
તો અમારે બસ એમને એજ યાદ અપાવું છે, કે જ્યારે તમે ચૂંટણી સમયે વિસ્તારમાં પોતાની જીત માટે તમે જાઓ છો ત્યારે તમે જે વિકાસ
ના નામનો ઢોલ વગાડો છો, તે હવે ક્યાં ગયો? અને આ સરકારી વસાહત કોઈના બાપની પ્રોપટી નથી એ સરકારી પ્રોપટી છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સ્વપ્ન સ્વચ્છ ભારત એ મિશન જો તમે ઉપ સરપંચ થઈને તેમનું પાલનના કરી શકો તો છોડી મુકો આવી ખુરશી કે જેમાં તમને જનતાના સ્વાસ્થ્ય અંગે કોઈ ચિંતા ના હોય.