દરેક પુરુષના મનમાં ઘણી વાર અનેક સવાલો ઉભા થાય છે કે તે તેના પાર્ટનરને પૂર્ણ રીતે સંતુષ્ટ કરવામાં સક્ષમ છે. આ સવાલ એટલા માટે પણ ઉદ્દભવે છે કારણકે આપણે પોર્ન ફિલ્મ જોઇએ છીએ તો લોકો 30-40 મિનિટ સુધી સંભોગ કરે છે. જેથી સમયને લઇને આપણે ચિંતિત થઇ જઇએ છીએ. આવો જોઇએ કેટલા સમય સુધી સંભોગ કરવો સારો છે. વર્ષ 2008માં અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થમાં કેનેડા અને અમેરિકાના ઘણા ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. જેમા યૌન ડોક્ટરોએ સંભોગનો યોગ્ય સમય અંગે રસપ્રદ ચર્ચા કરી હતી.
ડોક્ટરોનું માનવું હતુ કે પાર્ટનરની સાથે સંભોગનો સમય બન્નેના મૂ઼ડ પર નિર્ભર કરે છે. જોકે લોકોના મનમાં સમયને લઇને ચિંતા રહે છે. જો તમે 3 મિનિટ સુધી સંભોગ કરવામાં સક્ષમ છો તો તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. પરંતુ તમે 3 મિનિટથી ઓછા સમયમાં જ સ્ખલિત થઇ રહ્યા છો તો તે ચિંતા કરવાની વાત છે.તેમના અનુસાર જો તમે 3-7 મિનિટની વચ્ચે સ્ખલિત થઇ રહ્યા છો તો બની શકે છે કે તમારા પાર્ટનર સંતુષ્ટ ન હોય.તે સિવાય જો તમારી પાર્ટનરની સેક્શુઅલ ડ્રાઇવ તમારાથી વધારે છે તો 3-7 મિનિટનો સમય ઓછો થઇ શકે છે. સંભોગની સમય મર્યાદા જો તમે 13 મિનિટની આસપાસ કરવામાં સફળ થયા છો તમે સામાન્ય છો. ડોક્ટર મુજબ 3-13 મિનિટના સંભોગ, સામાન્ય સંભોગની શ્રેણીમાં આવે છે.
જે વ્યક્તિની સેક્શુએલ ડ્રાઇવ વધારે હોય છે અને તે પૂર્ણ રીતે સ્વસ્થ હોય તો સંભોગની સમય સીમા 30 મિનિટ સુધી જઇ શકે છે. જોકે 30 મિનિટ સુધી સંભોગની ક્ષમતા વાળા પુરુષને આટલી જ સેક્શુઅલ ડ્રાઇવની પાર્ટનર મળવી જોઇએ. અન્યથા સંભોગ કષ્ટદાયક હોય શકે છે.
કુલ મળને કહેવામાં આવે તો સંભોગ બે લોકો વચ્ચેનું મધુર મિલન હોય છે. મિલન દરમિયાન બન્ને પાર્ટનરની સહમતિ મૂડ, સ્વાસ્થ્ય, આહાર, ઉંઘ પર પણ નિર્ભર કરે છે. જેથી સમય અંગે વધારે ન વિચારો અને આ પળનો ભરપૂર આનંદ લો.