દલિત નેતા અને ગુજરાતના વડગામથી નિર્દલીય ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ અને આરએસએસ સામે ફરી એક વખત મોરચો ખોલ્યો છે.મેવાણીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા તમામ બિન-ભાજપા પક્ષોને અેક સાથે થવા વિનંતી કરી હતી.તેમણે જણાવ્યું હતું કે તે રાજ્યમાં ભાજપને 20 મત પણ નહી મળે.
જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે તે એપ્રિલમાં બે અઠવાડિયા માટે કર્ણાટકમાં રહેશે અને રાજ્યના 20 ટકા દલિતોને કહેશે કે ભાજપને પોતાનો મત ન અાપે. કર્ણાટકમાં આ વખતે ચૂંટણી સતારૂઢ પાર્ટી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.
ભાજપને કર્ણાટકમાં સત્તા પરત મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે જ રીતે કોંગ્રેસ માટે આ રાજ્યમાં સતા બચાવવી વધુ મહત્વપૂર્ણ છે.