સ્પાઇસજેટ પર મોટી કાર્યવાહીમાં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઇનની 50% ફ્લાઇટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ આઠ અઠવાડિયા માટે છે. ડીજીસીએના નિવેદન અનુસાર, સ્પાઈસ જેટ દ્વારા આપવામાં આવેલી કારણ બતાવો નોટિસના અલગ-અલગ સ્પોટ ચેક, ઈન્સ્પેક્શન અને જવાબો પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
તાજેતરમાં રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વીકે સિંહે માહિતી આપી હતી કે DGCAએ 9 જુલાઈથી 13 જુલાઈ વચ્ચે 53 વખત 48 સ્પાઈસજેટ એરક્રાફ્ટની તપાસ કરી હતી, પરંતુ કોઈ મોટી સુરક્ષા ભંગ જોવા મળ્યો ન હતો. 19 જૂનથી 18 દિવસના સમયગાળા દરમિયાન સ્પાઈસ જેટના વિમાનોમાં ટેક્નિકલ ખામીના ઓછામાં ઓછા આઠ કેસ નોંધાયા બાદ DGCAએ 6 જુલાઈએ એરલાઈનને કારણદર્શક નોટિસ જારી કરી હતી.
In view of findings of various spot checks, inspections & reply to show cause notice submitted by SpiceJet number of departures of SpiceJet is restricted to 50% of the number of departures approved under Summer Schedule 2022 for 8 weeks from the date of issue of this order: DGCA pic.twitter.com/nkeN4dVCBz
— ANI (@ANI) July 27, 2022
વીકે સિંહે કહ્યું કે નોટિસ જારી કર્યાના ત્રણ દિવસ બાદ રેગ્યુલેટરે સ્પાઈસ જેટના વિમાનોની તપાસ શરૂ કરી. સ્થળ પર તપાસ 13 જુલાઈના રોજ પૂર્ણ થઈ હતી.