પાકિસ્તાનમાં રહેલ કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ અંગેની જાણકારી વિહીપ દ્વારા સ્થાનિક પોલીસને અપાઈ હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવુ જ એક ગ્રુપ સક્રિય થઈ રહ્યુ હોવાનો ખુલાસો થયો છે. જેમાં કેટલાક યુવકોને વોટ્સઅપ પર જોડી ચેટીંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે દેશની સુરક્ષા પર ખતરાની ઘંટડી વાગી રહી હોવાની વિગતો સામે આવી છે.
પાકિસ્તાનના હૈદરાબાદ સ્થિત કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ક્રિએટ કરવામાં આવેલ વોટ્સઅપ ગ્રુપમાં પાલનપુરના યુવકોને જોડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે, જેમની સાથે ગ્રુપમાં ચેટીંગ પણ કરવામાં આવી રહ્યુ હતું.
આ ગ્રુપમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના કેટલાક યુવકોને જોડવામાં આવી રહ્યા હતા, જેની વિગતો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.પાકિસ્તાનના હૈદરાબાદ સ્થિત કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ વોટ્સઅપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યુ હતું.
વોટ્સઅપ ગ્રુપમાં કેટલાક યુવકોને જોડવામાં પણ આવ્યા હતા. જેમની સાથે ગ્રુપમાં ચેટીંગ પણ કરવામાં આવતુ હતું. ત્યારે આ ગેરકાયદે પ્રવૃત્તિથી વોટ્સઅપ ગ્રુપના એડમીન સાથે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા શખ્સો જોડાઈને બનાસકાંઠા જિલ્લો તેમજ પાલનપુર સહિત દેશની આંતરીક સુરક્ષા ઉપર ખતરારુપ સાબિત થઈ શકે છે.