ભક્તજનો ઉપર દેવાધિદેવ મહાદેવ કાયમને માટે કૃપા વરસાવે તેવા આ ભોળીયાનાથને કોટી..કોટી..વંદના… અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. વડોદરા શહેરનાં વિવિધ શિવાલયોમાં આજે સવારથી જ ભક્તજનો માટે દર્શનની આગવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણ માસમાં દરવર્ષે અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યક્રમો ભગવાન શિવજીનાં મંદિરોમાં થતાં હોય છે. એટલું જ નહીં ઓનલાઈન દર્શનનો લાભ પણ ભક્તજનોને મળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભોળાનાથ એટલે દુઃખીયાઓનાં દુઃખ દુર કરનાર, ભક્તજનોની મનોકામના પૂર્ણ કરનાર અને તાત્કાલિક રિઝી જાય એવા મહાદેવને બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્વાભિષેક અને અભિષેક કરવામાં આવે છે.
માતા પાર્વતીનાં પતિદેવ એવા દેવાધિદેવ ભગવાન શિવજીનાં અનેક રૂપો છે. ભગવાન શિવજી ભક્તજનોનાં દુઃખો દુર કરવા માટે સ્વયંભૂ પ્રગ્ટ થયાં છે અને અનેક ધાર્મિક સ્થળોમાં આજે બિરાજી રહ્યાં છે અને ભક્તજનો પણ અનેરી શ્રધ્ધા સાથે ભગવાન શિવજીનાં ચરણોમાં શીશ નમાવી દર્શનનો લાભ લઈ અને સમગ્ર વિશ્વ નું કલ્યાણ થાય તે માટે ભગવાન પ્રાથના કરે છે અને સૌનું ભોળાનાથ કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. શહેર ના દરેક શિવાલયોમાં અનેરા લાઈટ ડેકોરેશન સાથે ઓમ નમઃ શિવાયનાં ગુંજારવ થઈ રહ્યાં છે. શિવજીનાં મંદિરોને અનેરો શણગાર કરવામાં આવી રહ્યો છે. શંભુ શરણે પડી..માગું ઘડી રે.. ઘડી.., કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો….અને વિશ્વ કલ્યાણ માટે આજીજી અને પ્રાથના અને હરહર મહાદેવ ના નાદ મંદિરોમાં ગુંજી ઉઠ્યાં છે.