ભારત માં હાડ કંપાવતી ઠંડીની ઋતુ ટૂંક સમયમાં અલવિદા કરશે, ત્યાર પછી સૌથી સુંદર વસંતઋતુનુ આગમન થશે. પ્રકૃત્તિ જાણે કે નવા વસ્ત્રો ધારણ કરશે. પૃથ્વી પર જાણે કે ફૂલોની ચાદર પથરાઇ જશે. પ્રકૃત્તિપ્રેમીઓ માટે અા ખાસ પ્રસંગ હશે. અાજે અમે અાવા જ કેટલાક મનમોહક સ્થળોની મુલાકાત કરાવીશુ.
શાલીમાર બાગ
ભારતની ઐતિહાસિક ધરોહરોમાંનુ અેક સ્થળ અેટલે મુઘલ સામ્રાજ્યમાં બનાવવામાં અાવેલ જમ્મૂ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શાલીમાર બાગ. મુઘલ બાદશાહ જહાંગીરે તેમની ખુબસુરત પત્ની મેહરૂનીસા(નુરજહાં) માટે અા બાગ બનાવ્યો હતો. 1619માં બનાવેલા અા બગીચાને દેશ વિદેશથી નિહાળવા પર્યટકો અાવે છે.
ચોવટિયા ગાર્ડન
ઉત્તરાખંડમાં અલ્મોડા સ્થિત ચોવટિયા ગાર્ડન અેશિયાનો ફળફુલોથી સમૃદ્ધ અેક બાગ છે. અા બગીચો પહાડી પર્યટન સ્થળ રાનીખેતથી ફક્ત 10 કિલોમીટર પર અાવેલુ છે. અા બગીચામાં 36 પ્રકારના સફરજન ઉગે છે જે પણ અા બાગને જુએ છે તે અેક વખત તો પ્રકૃત્તિના અા સુંદર નજારા પર વારી જાય છે.
વૃંદાવન ઉદ્યાન
કર્ણાટકના મૈસુરમાં અાવેલ વૃંદાવન ઉદ્યાન દક્ષિણ ભારતના ખુબસુરત સ્થળોમાંનુ અેક છે. કૃષ્ણાસાગર બંધ નજીક અાવેલ અા ઉદ્યાન પર્યટકોમાં ખુબજ લોકપ્રિય છે.
મેહતાબ બાગ
અાગરા સ્થિત મેહતાબ બાગ મુઘલ સામ્રાજ્યમાં બનાવવામાં અાવેલ અેક સુંદર બાગ છે. તાજમહેલની સામે બનાવેલા અા બગીચાની ખુબસુરતી મનમોહક છે. અા બાગને ચાંદનીબાગ પણ કહેવામાં અાવે છે.
લોધી ગાર્ડન
દિલ્હી સ્થિત અા ગાર્ડનને ઐતિહાસિક ઉદ્યાનોમાંનુ અેક માનવામાં અાવે છે. 15થી 16મી સદીમાં લોધી શાસકોએ તેને બનાવ્યો હતો. લોધી ગાર્ડન હુમાયુના મકબરાથી ફક્ત 3 કિમી પર અાવેલો છે. અા ગાર્ડનમાં સવારે પર્યટકોની સંખ્યા વધારે જોવા મળે છે. ઐતિહાસિક સ્મારક જેવાકે મોહમ્મદ શાહનો મકબરો, સિકંદર લોધીનો મકબરો, મોટો ગુંબજ તેમજ નાનો ગુંબજ અાવેલા છે.